“મહા” વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા ભરૂચ જિલ્લા પ્રશાસન સજ્જ

New Update
“મહા” વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા ભરૂચ જિલ્લા પ્રશાસન સજ્જ

હવામાન ખાતા દ્વારા તા.૬ નવેમ્બર થી તા. ૮મી નવેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સહિત રાજ્યના લગભગ બધા વિસ્તારોમાં મહા વાવાઝોડું ત્રાટકવાથી અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેને અનુલક્ષીને રાહત નિયામક દ્વારા તમામ જિલ્લા પ્રશાશનોને સાવચેત રહેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાના સાગરકાંઠાના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના નવ જિલ્લાઓ વાવાઝોડાથી પ્રભાવિત થવાની શકયતા છે જેને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર ર્ડા. એમ.ડી.મોડીયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.

Advertisment

કલેકટરે સમગ્ર વહીવટી તંત્ર, સંબંધિત

લાઇન ડિપાર્ટમેન્ટ અને તાલુકા નિયંત્રણ કક્ષો સહિત તમામને તકેદારીના જરૂરી આગોતરા

પગલાં લેવા, બચાવ

અને રાહતની સુસજ્જતા રાખવા અને જિલ્લા મથક સાથે સતત સંપર્ક જાળવી કોઈ પણ ઘટના કે

બનાવની તુરત જાણ કરવા સૂચના આપી હતી. આ “મહા” વાવાઝોડાની

અસર હેઠળ ૬૦ થી ૭૦ કિમીની ઝડપે પવનો ફૂંકાવાનું અને ભારેથી અતિ ભારે વરસાદ થવાનું

Advertisment

અનુમાન છે. તે પ્રમાણે બચાવ અને રાહત માટે તૈયાર રહેવા સબંધિત અધિકારીઓને જરૂરી

સુચના આપી હતી.

કલેક્ટરે સંભવિત પરિસ્થિંતિને પહોંચી વળવા અસરગ્રસ્ત તાલુકા, ગામો અને આશ્રયસ્થાનો અંગે, મીઠાના

અગરીયાઓની વ્યવસ્થા, ફુડ

પેકેટ, પાણી પુરવઠા, કાયદો

અને વ્યવસ્થા તથા જરૂરત ઉભી થયે વીજ લાઈનોનો તાકીદે મરામત અને આનુસંગિક તાકીદની

Advertisment

કામગીરી માટે વીજ કંપનીને સબંધિત ટીમો તૈયાર રાખવા જરૂરી સુચના આપી હતી.

વાવાઝોડાનો ખતરો ટળી જાય ત્યાં સુધી માછીમારોને દરિયો  ન ખેડાવા સૂચનાઓ આપવામાં આવી છે. 

કલેકટરે વન વિભાગ સહિત નગરપાલિકા, આરોગ્ય  વિભાગના અધિકારીઓને પણ ટીમ સાથે તૈયાર રહેવા જણાવ્યું  હતું. સમયાંતરે દરિયાના વાવાઝોડાના અસરની જાણકારી કન્ટ્રોલ રૂમમાં આપવા

બંદર વિભાગના અધિકારીઓને સુચના આપવામાં આવી છે. કલેકટરે તાલુકા-જિલ્લા કક્ષાના

કન્ટ્રોલરૂમો સતત ચાલુ રાખવા, સબંધિત તાલુકાઓના લાયઝન

અધિકારીઓને એલર્ટ રહેવા, સાધનો

સાથે બચાવ ટુકડીઓ જરૂરી બચાવ રાહત કામગીરી માટે તૈનાત  રાખવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

વાગરા, હાંસોટ

અને જંબુસર તાલુકાના દરિયા કાંઠાના ગામોના તલાટીઓ, સરપંચોને તેમજ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારીઓને એલર્ટ રહેવા ખાસ સુચના આપી ગ્રામજનો સુધી વાવઝોડા અંગેના

સંદેશાઓ પહોંચાડવા જણાવ્યુ હતું. 

કલેક્ટરે વધુમાં સંભવિત વાવાઝોડા સંદર્ભે જે તે વિભાગને કરવાની થતી કામગીરી

સુપ્રેરે અદા કરવાની રહેશે અને આ અંગે માઈક્રોપ્લાનીંગ કરી લેવા પણ જરૂરી માર્ગદર્શન

પુરૂ પાડ્યું હતું. આ દિવસો દરમિયાન તમામ અધિકારીઓ અને તલાટીઓને મુખ્યપ મથકે હાજર

રહેવા જણાવાયું છે.    

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, નિવાસી અધિક કલેક્ટર. જે.ડી.પટેલ, પ્રાંત

અધિકારીઓ અને સબંધિત વિભાગના અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.    

Advertisment