ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટ્ન મિતાલી રાજે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામેની વન -ડે  મેચમાં 69 રન બનાવવાની સાથે એક દિવસીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારી ખેલાડી બની ગઈ છે.

મિતાલીએ ઇંગ્લેન્ડની પૂર્વ ક્રિકેટર શાર્લોટ એડવર્ડને પાછળ છોડી આ સિદ્ધિ મેળવી હતી, એડવર્ડે 191 વન ડે મેચમાં 5992 રન બનાવ્યા હતા. જેમાં નવ સદી અને 46 અર્ધી સદી સામેલ હતી. મિતાલીએ 26 જૂન 1999માં આયરલેન્ડ સામેની વનડે મેચ દ્રારા પોતાની ઇન્ટરનેશનલ કારકિર્દી શરૂ કરી હતી. મિતાલીને ઓસ્ટ્રલિયા સામેની મેચ અગાઉ રેકોર્ડ તોડવા માટે 41 રનની જરૂર હતી અને તેણીએ આ મેચમાં 69 રન બનાવવાની સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

મિતાલીએ આ સાથે વનડે ક્રિકેટમાં છ હજાર રન પણ પૂર્ણ કર્યા હતા. મિતાલીના કુલ 6028 રન થઈ ગયા છે. અને આ સિદ્ધિ મેળવનાર વિશ્વની એક માત્ર ખેલાડી બની ગઈ છે.

 

 

LEAVE A REPLY