મહીસાગર જીલ્લામાં બે અલગ અલગ અકસ્માતમાં ૮ લોકોના મોત, ૨૩ જેટલા લોકોને પહોચી ગંભીર ઇજાઓ

New Update
મહીસાગર જીલ્લામાં બે અલગ અલગ અકસ્માતમાં ૮ લોકોના મોત, ૨૩ જેટલા લોકોને પહોચી ગંભીર ઇજાઓ

મહીસાગર જિલ્લામાં બે અલગ અલગ સ્થળે થયેલ રોડ અકસ્માતમાં કુલ ૮ વ્યક્તિઓના મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

સંતરામપુર નજીક સંતરામપુર-ગોધરા હાઇવે ઉપર ઉંબર ટેકરા પાસે એક ટ્રક અને મીની ટ્રાવેલર્સ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં ૮ વ્યક્તિઓના મોત નિપજ્યાં હતા તો ૨૩ જેટલા મુસાફરોને ગંભીર ઇજાઓ પહોચી હતી. અકસ્માતમાં ઘવાયેલ તમામ ઇજાગ્રસ્તોને સંતરામપુર જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો અન્ય અતિ ગંભીર વ્યક્તિઓને વધુ સારવાર માટે ગોધરા તેમજ વડોદરાની હોસ્પીટલમાં ખસેડાયા હતા.

તો અન્ય બીજો એક રોડ અકસ્માત બાલાસિનોર-વીરપુર રોડ ઉપર જોરાપુરા પાસે ડમ્પર અને એક્ટિવા વચ્ચે થયો હતો. જેમાં ડમ્પર ચાલકે એક્ટિવા ચાલક યુવતીને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. આ અકસ્માતમાં એક્ટિવા ઉપર સવાર અન્ય બે યુવતીઓનો આબાદ બચાવ થયો હતો. તો આજરોજ મહીસાગર જિલ્લામાં બે અલગ અલગ સ્થળે થયેલ રોડ અકસ્માતમાં કુલ ૮ વ્યક્તિઓના મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.