Connect Gujarat
ગુજરાત

મહેસૂલી કર્મચારીઓના પડતર પ્રશ્નો મુદ્દે પાડી રાજ્ય વ્યાપી હડતાળ

મહેસૂલી કર્મચારીઓના પડતર પ્રશ્નો મુદ્દે પાડી રાજ્ય વ્યાપી હડતાળ
X

પડતર માંગણીઓને લઇને કર્યા સુત્રોચ્ચાર,માંગણીઓ ન સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચિમકી

મહેસુલી કર્મચારીઓના પડતર પ્રશનોના ઉકેલ ન મળતાં મહાસત્તામંડળ દ્વારા તબક્કાવાર કાર્યક્ર્મોની જાહેરાત અન્વયે ભરૂચ જિલ્લાના મહેસુલી કર્મચારીઓએ આજે હડતાલનું શસ્ત્ર ઉમાગ્યું હતું.જેમાં માંગણીઓને લઈને સુત્રોચ્ચાર કરવા સાથે જો માંગણીઓ ના સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરાશેની ચિમકી પણ ઉચ્ચારાઇ હતી.

ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મંડળ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે સરકારી કક્ષાએ કર્મચારીઓના બઢતી,બદલી અને અન્ય ૧૭ જેટલા પાયાના પ્રશ્નો જેવાકે રેવન્યુ તલાટી સંવર્ગને મહેસુલ વિભાગમાંથી રદ્દ કરીને પંચાયત મંત્રી કેડરમાં પંચાયત વિભાગ સાથે મર્જ કરવા, સરકારના ૨૧/૦૫/૨૦૧૮ના હૂકમથી કલાર્ક સંવર્ગના કર્મચારીને નાયબ મામલતદાર કક્ષામાંથી પ્રમોશન જિલ્લામાં જગ્યાઓ ખાલી હોવા છતાં અન્ય જિલામાં ફાળવેલ છે.જેથી આવા કર્મચારીઓને મુળ મહેકમના જિલ્લામાં મુકવા, નાયબ મામલતદારથી મામલતદારની સીનીયોરીટી યાદી તૈયાર કરવા બાબત,કલાર્ક કેડરના કર્મચારીને તાત્કાલીક મામલતદારના પ્રમોશન આપવા બાબત,ફીક્સ પગારની નોકરી કરેલ કર્મચારીઓને પાંચ નોશનલ ઇજાફા આપવા,સાતમાં પગાર પંચ મુજબ બાકી રહેલ ભથ્થા જેવાકે એચ.આર.એ. મેડીકલ ભથ્થા તાત્કાલીક અસરથી ચુકવવા. આમ રાજ્ય કક્ષાએ ૨૪૦૦ જેટલી ખાલી પડેલ નાયબ મામલતદારની જગ્યાઓ ભરવા સરકાર દ્વારા ઝડપી નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી હતી.

વધુમાં જો મહેસુલી કર્મચારીઓના પડતર પ્રશ્નોનું કોઇ યોગ્ય નિરાકરણ ના આવે તો ના છુટકે કર્મચારીઓના પ્રશ્નોને વાચા આપવા મહામંડળ દ્વારા આગામી તા.૧૯ થી ૨૩ ઓગષ્ટ ૨૦૧૯ સુધી વર્ક ટુ રૂલ અને કાળી પટ્ટી, તા.૨૬મીના રોજ માસ સી.એલ અને જિલ્લા કચેરીએ સુત્રોચ્ચાર તથા તા.૨૯મીના રોજથી અચોક્કસ મુદ્દતની હડતાલ કરાશેની જાહેરાત પણ કરી હતી.

Next Story