Top
Connect Gujarat

માંગલેજ અને કંડારી ગામ વચ્ચે કારના બાકી હપ્તા બાબતે ચાર ઇસમોએ કાર ચાલકને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ

માંગલેજ અને કંડારી ગામ વચ્ચે કારના બાકી હપ્તા બાબતે ચાર ઇસમોએ કાર ચાલકને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ
X

કરજણ : નેશનલ હાઇવે નંબર ૪૮ પર આવેલા કરજણ તાલુકાના માંગલેજ અને કંડારી ગામ વચ્ચે સ્વિફ્ટ કારના બાકી પડતા હપ્તા બાબતે એક યુવાનને ચાર ઇસમોએ ભેગા મળી માર મારતાં ચકચાર મચી જવા પામી હતી. કાર ચાલક જીજ્ઞેશભાઇએ પોતાને માર મારનાર ચાર ઇસમો વિરુદ્ધ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સુત્રિય માહિતી અનુસાર જીજ્ઞેશભાઇ રમેશભાઇ જેસડીયા (પટેલ) રહે. સાવલી પોતાના નાના ભાઈ સંદીપની સ્વિફ્ટ કાર લઇ સુરત કામ માટે જઈ રહ્યા હતા. કાર જ્યારે કરજણ તાલુકાના માંગલેજ અને કંડારી ગામ વચ્ચે આવી ત્યારે જિજ્ઞેશ ભાઇની કાર પાછળ એક ઈકો સ્પોર્ટ કાર આવી હતી તે કારમાં બેઠેલા ચાર ઇસમોએ જિજ્ઞેશભાઇને કાર થોભવા હાથ બતાવતા જિજ્ઞેશભાઇ પોતાની કાર થોભાવી હતી.

પાછળ આવેલી કારમાંથી ઉતરેલા ચાર ઈસમોએ પોતાના નામ કરણ સિંધા તથા ભરત સિંધા જણાવી તું તારી ગાડી અમોને આપી દે તેમ જીગ્નેશને જણાવતા જિજ્ઞેશે ગાડી શા માટે માંગો છો ? તેમ પુછતા તેઓએ કહ્યું હતું કે ગાડી તો મહિન્દ્રા ફાઇનાન્સની છે અને ચાર લાખ રૂપિયા હપ્તા પેટે બાકી છે જિજ્ઞેશે ગાડી પોતાની ન હોય તેના ભાઈની હોય હું મારા ભાઈને પૂછી લઉ એ કહેશે તો ગાડી આપી દઇશ તેમ કહેતા ચારેય યુવાનોએ ઉશ્કેરાઇ જઇ જીજ્ઞેશને જેમ તેમ ગાળો બોલી જિજ્ઞેશે તેઓને ગાળો બોલવાનું ના પાડતા બન્ને ભાઈઓ કરણ તથા ભરત સિંધાએ જિજ્ઞેશ સાથે ઝપાઝપી કરી ધોલધપાટ કરી ગડદા પાટુનો માર મારતા ગભરાઇ ગયેલા જિજ્ઞેશે ગાડીમાંથી નીચે ઉતરી તેઓને ચાવી આપી દીધી હતી.

બંન્ને ભાઈઓ તથા અન્ય બે અજાણ્યાઓ મળી કુલ ચારેય ઇસમોએ જિજ્ઞેશને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાડી લઈને જતા રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે માંગલેજ થી કરજણ ટોલનાકા સુધીમાં વાહનોના બાકી પડતા હપ્તા બાબતે અવારનવાર અમુક ઇસમો દ્વારા વાહનોને રોકી દમદાટી, ધાકધમકી તથા મારપીટના બનાવોની પણ લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. જો લોકમુખે ચર્ચાઇ રહેલી વાતોમાં તથ્ય હોય તો પોલીસે આવા તત્વો વિરૂધ્ધ કડક હાથે કાર્યવાહી કરવી જોઇએ કરજણ ટોલનાકા પાસે મુકેલા સી સી ટી વી ફુટેજની ચકાસણી કરાય તો ભૂતકાળમાં બનેલા બનાવો પણ પ્રકાશમાં આવી શકે એમ છે તો શું પોલીસ આ બાબતને ગંભીરતાથી લેશે ? બનાવ સંદર્ભે જીજ્ઞેશ જેસડીયાએ કરણ સિન્ધા, ભરત સિન્ધા સહિત અન્ય બે ઇસમો મળી કુલ ચાર ઇસમો વિરૂધ્ધ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story
Share it