Connect Gujarat
ગુજરાત

મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પક્ષ ના હિતમાં લીધો નિર્ણય,વિજય રૂપાણી 

મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પક્ષ ના હિતમાં લીધો નિર્ણય,વિજય રૂપાણી 
X

ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ ના રાજીનામા બાદ પ્રદેશ અધ્યક્ષ વિજય રૂપણી એ પત્રકાર પરિષદને સંબોધી હતી.

વિજય રૂપાણી એ પત્રકારો ને જણાવ્યું હતું કે સીએમ આનંદીબહેન પટેલે દિલ્હી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ને પત્ર લખીને મુખ્યમંત્રી પદે થી સ્વૈચ્છિક નિવૃત્તિ ની જાણ કરી છે.અને તેઓએ નવી પેઢીને તક મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે.નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારબાદ તેઓની ગતિશીલ ગુજરાત ની ગાથા ને આનંદીબહેન પટેલે વેગવંતી રાખી છે.

વર્ષ 2017માં ગુજરાત વિધાનસભા ની ચૂંટણી છે અને નવી પેઢીને તેની તૈયારી માટે પૂરતો સમય મળી રહે તે માટે આનંદીબહેને પોતાના પત્ર માં ઉલ્લેખ કર્યો છે,જે ભાજપ માટે ગૌરવ રૂપ છે,આનંદીબહેન પટેલે નરેન્દ્ર મોદી ની ખોટ ગુજરાતને પાડવા દીધી ન હતી.અને વધુ માં વિજય રૂપાણી એ ગુજરાત ના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેવા પ્રશ્ન ના જવાબ માં તેઓએ જણાવ્યું હતું કે ભાજપ હાઇકમાન્ડ આ અંગે નિર્ણય લેશે ત્યારબાદ જ તે સ્પષ્ટ કહી શકાશે.

જયારે ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મીડિયા ને જણાવ્યું હતું કે આનંદીબહેન નો પત્ર મળ્યો છે અને તેઓ નવેમ્બર મહિના માં 75 વર્ષ પુરા કરી રહ્યા છે ત્યારે તેઓએ સ્વયં જ પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું છે,જે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મુકીશું અને ત્યારબાદ જ તે અંગે નિર્ણય લેવામાં આવશે.

Next Story