/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/fda7452a-a73b-4e1f-84dd-037eb04dc36f.jpeg)
સમગ્ર દેશમાં મોબ લિંચિંગની ઘટનાઓમાં અનેક નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે. સુપ્રીમકોર્ટે પણ મોબ લીંચિંગ બનતી ઘટનાઓ સામે લાલ આંખ કરી રાજ્ય સરકારોને ઘટનાઓ બનતી અટકાવવા સખ્ત કાર્યવાહીના આદેશ આપ્યા છે. તેમ છતાં મોબ લીંચિંગની ઘટનાઓ રોજબરોજ બની રહી છે. મોબ લિંચિંગ ઘટનાઓનો સૌથી વધુ ભોગ મુસ્લિમ સમાજના નિર્દોષ લોકો બનતા અને તાજેતરમાં ઝારખંડમાં બનેલી મોબ લિંચિંગની ઘટના પછી મુસ્લિમ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
મોડાસા શહેરમાં મોડાસાના કોલેજ રોડ પર મુસ્લિમ સમાજના લોકોએ માનવસાંકળ રચી બેનર પ્રદર્શિત કરી મોબ લિંચિંગ ઘટનાઓનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. દેશમાં ધર્મના નામે વહેંચીને આતંક ફેલાવનાર અસામાજિક તત્વો સામે શખ્ત કાર્યવાહી કરવાની માંગ સાથે દેશમાં લઘુમતી સમાજ માટે સલામતીનું વાતાવરણ ઉભું કરવામાં આવે તેવી ઉગ્ર માંગ સરકાર સામે કરી હતી.