/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/rani-mukherjee-3_647_010816085825.jpg)
ટોચની અભિનેત્રી રાની મુખર્જીનું ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબોર્નમાં જાહેર સન્માન કરાશે એવી જાણકારી મળી હતી. છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી રાની ફિલ્મોમાં અભિનય કરતી રહી છે અને એણે પણ કેટલીક હિટ ફિલ્મો આપી છે. એની છેલ્લી ફિલ્મ હિચકી એક મનોવ્યાધિનો શિકાર બનેલી શિક્ષિકાની કથા લઇને આવી હતી અને મધ્યમ સફળતાને વરી હતી. એની આ ફિલ્મના રોલે દુનિયાભરમાં વસતા ભારતીય ઓડિયન્સને મુગ્ધ કર્યું હતું.
હવે ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયન સરકાર હિન્દી ફિલ્મોમાં રાનીએે કરેલા માતબર પ્રદાનને બિરદાવતાં મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં રાનીનું જાહેર સન્માન કરશે એવી જાહેરાત ફેસ્ટિવલના ડાયરેક્ટર મીતુ ભૌમિકે આ જાહેરાત કરી હતી. રાનીએ પોતાના સન્માનને હિન્દી ફિલ્મોના સન્માન સમાન ગણાવીને આયોજકો અને ઓસ્ટ્ર્લિયાની વિક્ટોરિયન સરકારનો જાહેર આભાર માનતું એક જાહેર નિવેદન પ્રગટ કર્યું હતું.