Connect Gujarat
ગુજરાત

મોડાસા : પાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન પાણીમાં :નીચાણવાળા વિસ્તાર ફેરવાયા બેટમાં

મોડાસા : પાલિકાનો  પ્રિ-મોન્સૂન પ્લાન પાણીમાં :નીચાણવાળા વિસ્તાર ફેરવાયા બેટમાં
X

મોડાસા શહેરમાં ૩ કલાકમાં ખાબકેલા ૨ ઇંચથી વધુ વરસાદમાં જ જાહેર માર્ગો પર તેમજ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં નગરપાલિકાના પ્રિ મોન્સૂન પ્લાનનો ફિયાસ્કો થઈ જવા પામ્યો છે. મોડાસા ચાર રસ્તા, બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારોમાં પાણી ભરાતા ૨૦ થી વધુ સોસાયટીઓના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીની ગટરોની સફાઈની કામગીરીમાં પોલમપોલ થતાં સોસાયટીઓમાં ઢીંચણ સમા પાણી ભરાઇ જતા નગરજનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="110164,110165,110166,110167,110168,110169,110170,110171"]

મોડાસા નગરપાલિકા તંત્ર વરસાદી પાણીના નિકાલ માટે વર્ષે દહાડે કરોડો રૂપિયા ભૂગર્ભ ગટર યોજના પાછળ ખર્ચવા છતાં શહેરની સ્થિતિ ઠેરની ઠેર પ્રવર્તી રહી છે. મોડાસા શહેરની વિદ્યાકુંજ સોસાયટી અને નિલકંઠ સોસાયટી સહિત બસ સ્ટેન્ડ પાછળ આવેલી વિવિધ સોસાયટીઓમાં વરસાદની ઋતુ સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા હોય તેમજ કેટલીક સોસાયટીઓમાં તો ઘરવખરી પણ તણાઇ જાય તે પ્રકારે પાણી ભરાતા હોય છે.શનિવારે સવારે મુશળધાર વરસાદ ખાબકતા વિદ્યાકુંજ સોસાયટી સહીત લઘુમતી વિસ્તારમાં ઢીંચણ સમા પાણી ભરાતા બેટમાં ફેરવાતા સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

Next Story