Connect Gujarat
લાઇફસ્ટાઇલ

મૌની રોય રૃપેરી પડદે ખલનાયિકાની ભૂમિકામાં જોવા મળશે 

મૌની રોય રૃપેરી પડદે ખલનાયિકાની ભૂમિકામાં જોવા મળશે 
X

ટીવી ઇન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રી બન્યા બાદ મોની રોય અક્ષય કુમારની ફિલ્મ 'ગોલ્ડ' દ્વારા બોલીવૂડમાં પદાર્પણ કરવાની છે. જો કે આ ફિલ્મ હજી રિલિઝ નથી થઇ ત્યાં એને અન્ય બે-ત્રણ ફિલ્મોની ઓફર મળી ગઇ છે.

સૂત્રો પાસેથી જાણવા પ્રમાણે અયાન મુખર્જીએ એની આગામી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' માટે મૌનીને સાઇન કરી લીધી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે. જો કે, મૌની આ ફિલ્મમાં નકારાત્મક ભૂમિકામાં જોવા મળશે. તે ખલનાયિકા બનીને રણબીર કપૂર સાથે ટક્કર લેશે.

આ ઉપરાંત મૌની સલમાનની ફિલ્મ 'ભારત'માં અથવા 'દબંગ-થ્રી'માં પણ જોવા મળે એવી શક્યતા છે.

Next Story