/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/C7sRIoyXwAAuJtE.jpg)
યુપીમાં ભાજપની સરકાર બનાવ્યા પછી મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી પ્રશાસનને ચુસ્ત રાખવા માટે સતત એક પછી એક વિભાગની મુલાકાત લઈ રહ્યા છે. જેમાં એક મામલો સામે આવ્યો લખનઉના કિંગ જોર્જ હોસ્પિટલમાં ગેંગરેપ પીડિતાની સાથે સેલ્ફી લેનાર ત્રણ મહિલા કોસ્ટેબલને આદિત્યનાથ યોગી એ તરત સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મહિલા કલ્યાણ મંત્રી રીતા બહુગુણા જોષી લખનઉના જોર્જ હોસ્પિટલમાં ગેંગરેપ પીડિતા મહિલાને મળવા માટે ગયા હતા, જેમાં મહિલા પર ગુરુવારેના રોજ બદમાશો એ ગેંગરેપ કરી એસિડ થી હુમલો કર્યો હતો. સૂત્ર મુજબ જાણવા મળ્યુ હતુ કે બદમાશો એ પીડિત મહિલાને જબરજસ્તીથી તેજાબ પીવડાવ્યુ હોવાનું પણ જાણવા મળ્યુ છે.
યુપીના કેબિનેટ મંત્રી રીતા બહુગુણા જોષીએ શુક્રવાર ના રોજ જણાવ્યુ હતુ કે એક દલિત યુવતી લાંબા સમયથી ન્યાય માટે સંઘર્ષ કરી રહી છે અને તેનો ગેંગરેપ થયો છે, અને તેના પર તેજાબ નાખવામાં આવ્યો હતો, તેમ છતાં આજુ સુધી આની કોઈ કાર્યવાહી થઈ નથી , તેમને જણાવ્યુ હતુ કે સીએમ યોગી આદિત્યનાથ દલિત યુવતીની સાથે થયેલા રેપના કેસમાં જલ્દીમાં જલ્દી રિપોર્ટ રજૂ કરવા અને આરોપીઓને પકડવાનો આદેશ કર્યો છે.