યુપીમાં રેલવે સ્ટેશન નજીક બોમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિ ઘાયલ, 4 બોમ્બ પણ મળતા ફફડાટ

New Update
યુપીમાં રેલવે સ્ટેશન નજીક બોમ્બ  વિસ્ફોટમાં એક વ્યક્તિ ઘાયલ, 4 બોમ્બ પણ મળતા ફફડાટ

ઉત્તરપ્રદેશ માં સંત કબીર નગર રેલવે સ્ટેશન પાસે એક બોમ્બ વિસ્ફોટમાં એક વ્યકિત ઇજાગ્રસ્ત થઇ હતી.આ ઉપરાંત 4 બોમ્બ પણ મળી આવ્યા હતા, ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી,અને તપાસ હાથધરી હતી.રેલવેજાણકારી મળ્યા મુજબ પૂર્વી યુપી સંત કબીર નગર રેલવે સ્ટેશન મંગળવારના રોજ સવારે એક બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો,આ ઉપરાંત બીજા 4 બોમ્બ મળી આવ્યા હતા, પોલીસ દ્વારા આ બોમ્બ ડિફ્યુઝ કરવામાં આવ્યા હતા.

Advertisment

પોલીસે બોમ્બ મુકનાર વ્યક્તિની શોધખોળ આરંભી છે.અને સમગ્ર વિસ્તારને એલર્ટ કરી સર્ચ કરવામાં આવી રહ્યુ છે