રજનીકાંત પોતાની અપકમિંગ ફિલ્મમાં ડબલ રોલમાં ભૂમિકા નિભાવતા દેખાશે. રજનીકાંત એક પોલીસવાળા અને સોશિયલ એક્ટિવિસ્ટની ભૂમિકામાં જોવા મળી શકે છે. ફિલ્મનું ટાઇટલ અને ફર્સ્ટ લુક સામે આવી ગયો છે. લાઇકા પ્રોડક્શને 9 એપ્રિલના રોજ ટ્વીટ કરી ફિલ્મના ટાઇટલ “દરબાર” અને રજનીકાંતના લુકવાળું પહેલું પોસ્ટર રીલીઝ કરી દીધું છે.

આ ફિલ્મના ડાયરેકટર એઆર મુરૂગદાસ છે. જ્યારે સંગીત નિર્દેશક ‘વાઇ દિસ કોલાવરી..’ ફેમ અનિરૂદ્ધ રવિચંદર છે. કહેવાય છે કે દરબારને 2020મા પોંગલના અવસર પર રીલીઝ કરવાની તૈયારી છે. ફિલ્મમાં રજનીકાંતનો લુક જુઓ તો હંમેશાની જેમ સ્ટાઇલિશ અંદાજમાં દેખાઇ રહ્યો છે. ફિલ્મમાં તેમનો રોલ આઇપીએસ ઓફિસરનો કહેવાય છે.

દરબારના પોસ્ટર પર ફૈન્સને જબરદસ્ત રિસપોન્સ આવી રહ્યો છે. ચાર દાયકાથી સુપરસ્ટાર રજનીકાંતની નવી ફિલ્મ થલાઇવાના ફેન્સ માટે ખાસ ગિફ્ટ છે. ફિલ્મમાં રજનીકાંતની સાથે નયનતારા દેખાશે. નયનતારાની થલાઇવાની સાથે આ ચોથી ફિલ્મ છે. તે આની પહેલાં ચંદ્રમુખી, કુસેલન અને શિવાજીમાં રજનીકાંતની સાથે કામ કરી ચૂકયા છે.

 

LEAVE A REPLY