Connect Gujarat
ગુજરાત

રતન તળાવ ઝુંપડપટ્ટીમાં ગંદકીના સામ્રાજ્યથી રોગચાળો !

રતન તળાવ ઝુંપડપટ્ટીમાં ગંદકીના સામ્રાજ્યથી રોગચાળો !
X

ઉશ્કેરાયેલા લોકોનો નગરપાલિકા પર હલ્લાબોલ

ભરૂચની રતનતળાવ ઝુંપડપટ્ટીમાં વરસાદી અને અન્ય પાણીના ભરાવાના કારણે ગંદકીનો માહોલ ઉભો થતા ઝુંપડપટ્ટીના રહીશોમાં રોગચાળો ઉભો થયો છે. રોગચાળાની ગંભીર સ્થિતિની દહેશતથી ઝુંપડપટ્ટીના રહીશોમાં રોષ ઉભો થયો છે. ઝુંપડપટ્ટીના ગરમાયેલા લોકોએ નગરપાલિકા પર આજરોજ હલ્લાબોલ કર્યો હતો.

જો કે તે સમયે નગરપાલિકામાં કોઇ અધિકારી કે પદાધિકારી ન મળતા લોકો વધુ ગરમાયા હતા અને જ્યાંસુધી નગરપાલિકા પ્રમુખ તેમને આવીને ન સાંભળે ત્યાં સુધી નગરપાલિકામાં જ બેસી રહેવાની ચીમકી ઉચ્ચારી હતી. સાંજ સુધી જા પાલિકા પ્રમુખ ન આવે તો ધારાસભ્ય દુષ્યંત પટેલને રજુઆત કરી ભાજપ કાર્યાલય પર મોરચો લઇ જવાની ચીમકી ઉચ્ચારતા પાલિકાતંત્ર દોડતું થઇ ગયું હતું.

જેના પગલે પ્રમુખ સુરભીબેન તમાકુવાલા સાંજના સમયે પાલિકા કચેરી ખાતે દોડી આવ્યા હતા. જેમણે ઝુંપડપટ્ટીના રહીશોએ ભરાયેલા પાણી અંગે ઉગ્ર રજુઆતો કરી હતી. લોકોની રજુઆતો સાંભળી પ્રમુખે તત્કાલીન કાર્યવાહી હાથ ધરવાની હૈયાધારણા આપતા મામલો શાંત થયો હતો.

Next Story