/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/1dbda961-8552-4ea0-ac2e-e2bcdc9530ee.jpg)
રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસમાં ડહોળાયેલા વાતાવરણ વચ્ચે નારાજ ધારાસભ્યોએ પણ આપી હાજરી
રાજકોટમાં કોંગ્રેસનું ખેડૂત સંમેલન યોજાઈ રહ્યું છે. આ તબક્કે નારાજ કુંવરજી બાવળિયા પણ ખેડૂત સંમેલનમાં હાજરી આપશે તેવું જાણવા મળ્યું હતું. આ કાર્યક્રમમાં વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા હળ સાથે આવ્યા હતા. અને મંચ પર ખંભે હળ રાખીને બેસી ગયા હતા. વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ હાજર રહેવાના હોય સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યોની ઉપસ્થિતિ જોવા મળી છે. જેમાં લલિત વસોયા, જવાહર ચાવડા, લલિત કગથરા, પીરજાદા સહિતના ધારાસભ્યો હાજર રહ્યા છે.
કોંગ્રેસનાં નેતા કુંવરજી બાવળિયા બપોરે 1 વાગ્યાની આસપાસ ખેડૂત સંમેલનમાં હાજરી આપે તેવી શક્યતા છે. કોંગ્રેસના ખેડૂત નેતા અને ધારાસભ્ય છેલ્લા 15 દિવસથી પોતાની નારાજગી દર્શાવી રહ્યા હતા. કુંવરજી બાવળીયાએ કહ્યું હતું કે, મને પ્રદેશ પ્રમુખનો ફોન આવ્યો હતો. આજના સંમેલનનું મને આમંત્રણ મળ્યું છે. હું આજના સંમેલનમાં હજાર રહીશ. બીજી તરફ કોંગ્રેસના નારાજ નેતા ઇન્દ્રનીલ રાજગુરુ વિદેશ પ્રવશે હોવાથી સંમેલનમાં હાજરી નહીં આપી શકે.
રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસમાં આંતરિક જૂથબંધીને કારણે વાતાવરણ ડહોળાયું છે. અસંતુષ્ટ આગેવાનો અને કાર્યકરો પરેશ ધાનાણી સમક્ષ બળાપો ઠાલવે તેવી પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુનું રાજીનામુ, કુંવરજી બાવળિયા, પિરઝાદા નારાજ જેવા મુદ્દાને લઇ ધરણાના નામે મનામણા થાય તેવી વાત પણ છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, ચોટીલાના ધારાસભ્ય ઋત્વીજ મકવાણા, ધારીના ધારાસભ્ય જે.વી. કાકડીયા, ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ પણ હાજર રહ્યા.