New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/Untitled-2.png)
આરોપીઓએ ATM મશીન તોડવાનો પણ કર્યો હતો પ્રયાસ, 30 હજારની રોકડ રિકવર કરી
રાજકોટમાં ચોરીના બનાવો હવે સામાન્ય બની ગયા હોય તેવું લાગી રહ્યું છે શહેરમાં પોલીસ દ્વારા હરરોજ રાત્રે પેટ્રોલીંગ તો કરવામાં આવે છે પરંતુ પોલીસની નજર ચૂકવીને અવારનવાર તસ્કરો ચોરીને અંજામ આપતા હોય છે ત્યારે ગાંધીગ્રામ પોલીસે આવીજ તસ્કર તોડકીને ખાનગી બાતમીના આધારે ઝડપી પાડી છે.
ગાંધીગ્રામ પોલીસે એવા ચાર યુવાનની ધરપકડ કરી છે કે જે પોતાના મોજ શોખ માટે ચોરીને અંજામ આપતા હતા અને ખુલ્લા ઘર હોય તેમાંથી જ હાથફેરો કરતાં હતાં. આ ચારેય શખ્સો પાસેથી ૨૨ ચોરાઉ મોબાઇલ ફોન, બે બાઇક, કેમરો, રોકડ, ચાંદીનો જુડો સહિતની ચીજવસ્તુઓ પોલીસે કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.