રાજકોટના વિવાદિત બિલ્ડર કમલેશ રામાણીને ત્યાં આઈ.ટીનો સર્વે પુર્ણ, 130 કરોડના દસ્તાવેજો જપ્ત
BY Connect Gujarat30 Dec 2016 2:27 PM GMT

X
Connect Gujarat30 Dec 2016 2:27 PM GMT
વડાપ્રધાન દ્વારા 8 નવેમ્બરના રોજ નોટબંધીનુ એલાન કરવામા આવ્યુ હતુ. ત્યાર બાદ દેશભરમાં આઈ.ટી દ્વારા અનેક જગ્યાએ સર્વે હાથ ધરવામાં આવ્યુ છે. ત્યારે રાજકોટમાં આયકર વિભાગ દ્વારા વિવાદિત બિલ્ડર કમલેશ રામાણીને ત્યાં પણ સર્વે કરવામાં આવ્યુ હતુ. જેમાં 130 કરોડના દસ્તાવેજો હાથ લાગ્યા જાણવા મળ્યુ છે.
રાજકોટ ના બિલ્ડર કમલેશ રામાણી ધમકી, મારામારી,પ્રોહિબિશન,ખંડણી,આત્મહત્યા, દુષ્પ્રેરણ, લૂંટી,ગેરકાયદેસર પ્રવેશ,રાયોટીંગ,બળાત્કાર,બોગસ દસ્તાવેજ સહિતના ગુનાઓથી કુખ્યાત છે અને એકવાર તેને તડીપાર કરવામાં આવ્યો છે ત્યારે હવે કમલેશ રામાણી ને ત્યાં આયકર વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથધરવામાં આવતા બેનામી 130 કરોડ દસ્તાવેજો મળી આવ્યા હતા.
Next Story