Connect Gujarat
ગુજરાત

રાજકોટમાં ગુમશુદા પિતાપુત્રનું મિલન થતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા 

રાજકોટમાં ગુમશુદા પિતાપુત્રનું મિલન થતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા 
X

કોઈ પણ વ્યકિતનું તેના પરિવાર માંથી ચાલ્યુ જવુ અને બાદમાં અમુક વર્ષો પછી ફરીથી પરિવાર સાથે અચાનક મિલન થઇ જવુ આવા દ્રશ્યો આજસુધી કદાચ ફિલ્મો માંજ જોવા મળ્યા હશે.પરંતુ રાજકોટ માં ફિલ્મની કહાની જેવી એક વાસ્તવિક ઘટના પ્રકાશમાંઆવી છે.

કેહવાય છેકે મેળાના વસોયા, આ ભવે ભેળા. આવું કંઈક બન્યુ રાજકોટમાં.વાત છે મધ્યપ્રદેશ રાજ્યના સુમરાખેડી ગામની. સુમરાખેડી ગામમાં રહેતા રાજુભાઈ અંબાલાલ ખાતી આજથી ૧૭ વર્ષ પહેલા ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રાજુભાઈના પરિવારમાં તેના માતા પિતા, એક પુત્ર, બે પુત્રી, પત્ની ઉપરાંત પાંચ બહેન રહેતી હતી. બહેનોના લગ્ન અને અન્ય પરિવારજનોનું ભરણ પોષણ કરવામાં રાજુભાઈને વધારે દેવું થઇ ગયુ હતુ.અને તેને કારણે તેઓ ગામ છોડીને ચાલ્યા ગયા હતા.

રાજુભાઈ અલગ અલગ જગ્યાઓ પર ભિક્ષુકનું જીવન જીવતા હતા અને છેલ્લા ૮ વર્ષથી સુરતના ભિક્ષુક ગૃહમાં રહેતા હતા. સુરતનું ભિક્ષુક ગૃહ રાજકોટ ખસેડવામાં આવતા રાજુભાઈ પણ રાજકોટ રહેવા લાગ્યા. ભિક્ષુક ગૃહ અને સમાજ સુરક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓએ રાજુભાઈની કહાની જાણી અને તેઓના પરિવાર સાથે ૧૭ વર્ષ બાદ મિલાપ કરાવ્યો.

રાજુભાઈનો એકનો એક પુત્ર જયારે તેઓને લેવા માટે મધ્યપ્રદેશથી રાજકોટ આવ્યો ત્યારે બંનેની આંખોમાં એકબીજા પ્રત્યેનો અપાર પ્રેમ અને 17વર્ષ બાદનું મિલન લાગણી છલકાય ગઈ હતી.જેને પોતાના પિતાની પરત આવવાની અને મળવાની આશા પણ છોડી દીધી હતી તેવા પરિવાર અને પુત્રને આજે તેના પિતા ફરી મળી જતા સમાજ સુરક્ષા અને ઈશ્વરનો આભાર માન્યો હતો.

Next Story