રાજકોટમા થયુ સંબંધોનુ ખુન, ભાભી સાથે પ્રેમ થઇ જતા સગા ભાઈએ ભાઈની કરી હત્યા

0
491

રાજકોટ શહેરમાં સબંધોનું ખૂન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. થોરાળા પોલીસ વિસ્તારમાં દિયર ને ભાભી સાથે પ્રેમ થઇ જતા દિયર ભોજાઇએ સાથે મળી યુવાન ની હત્યા નીપજાવી છે.. થોરાળા પોલીસે હત્યારા ભાઈ અને પત્ની ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બે દિવસ પહેલા થોરાળા પોલીસ ને મીરા ઉધ્યોગનગર વિસ્તારના નાળામાંથી લાશ મળી આવી હતી જે લાશ સુનીલ અથરીયા ની હોવાનું સામે આવ્યું હતું અને બાદમાં પોલીસે લાશનું પીએમ કરવી આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન મૃતક સુનીલનો ભાઈ અજય અને પત્ની મમતા હાજર મળી ન આવતા પોલીસે શંકા ના આધારે તે બન્ને ને ઝડપી આગળ પૂછપરછ હાથ ધરી હતી જેમાં મૃતક સુનીલ ની હત્યા તેનાજ સગા નાના ભાઈ અજય અને પત્ની મમતા એ સાથે મળી કરી હોવાનું સામે આવ્યું હતું. જેને લઇ પોલીસે આરોપી ભાઈ અને પત્ની ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે..

શા માટે નીપજાવી હત્યા ?

પોલીસ ના જણાવ્યા મુજબ આરોપી અજય અથરીયા સુનીલ ના ઘરની બાજુમાજ રહેતો હતો અને અજય ને તેની ભાભી મમતા સાથે પ્રેમ થઇ જતા બન્ને વચ્ચે પ્રેમ સબંધમાં ભાઈ સુનીલ નડતર રૂપ થતો હોવાથી ગત ૪ તારીખ ની રાત્રે અજય અને મમતા એ સાથે મળી સુનીલ ની હત્યા નીપજાવી મોત ને ઘાટ ઉતાર્યો હતો. સુનીલ ની હત્યા નીપજાવ્યા બાદ આરોપી ભાઈ અજય અને પત્ની મમતાએ સુનીલ ની લાશને મીરા ઉદ્યોગનગર ના નાળામાં ફેકી દીધી હતી

ભાભી સાથે પ્રેમ થઇ જતા તેનાજ સગા નાના ભાઈ એ મોટા ભાઈ ને મોત ને ઘાટ ઉતારી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. હાલ પોલીસે ભાઈ ની હત્યા નીપજાવનાર નાના ભાઈ અને પત્ની ની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ત્યારે વારંવાર થતા સબંધોના ખૂન ના બનાવ સમાજમાં લાંછન રૂપી ઘટના સમાન છે જેનો સુખદ અંત આવે તે ખુબ જ જરૂરી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here