રાજકોટ : આઈડીબીઆઈ બેન્કના એટીએમમાં લાગી રાત્રિના આગ, ફાયર ફાઈટર દ્વારા આગ પર મેળવાયો કાબુ
BY Connect Gujarat20 Nov 2019 3:27 AM GMT

X
Connect Gujarat20 Nov 2019 3:27 AM GMT
રાજકોટમાં મંગળવારની રાત્રે એટીએમમાં અચાનક આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. શહેરના મવડી વિસ્તારમાં આવેલ ગુરુ પ્રસાદ ચોકમાં આઈડીબીઆઈ બેન્કના એટીએમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ટૂંક સમયમાં જ એટીએમ સેન્ટરમાં લાગેલી આગ આજુબાજુની બે દુકાનની અંદર પ્રસરી ગઈ હતી.
આગના બનાવમાં કુલ ત્રણ દુકાનોને નુકસાન થવા પામ્યું હતું. ઘટનાની જાણ થતાં જ મવડી ફાયર સ્ટેશનના અધિકારીઓ તેમજ ફાયરના જવાનો ફાયર ફાઈટરો સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાની કામગીરી કરવામાં આવી હતી. માલવિયાનગર પોલીસ દ્વારા આઈડીબીઆઈ બેન્કના અધિકારીઓને આગજનીના બનાવ અંગે જાણ કરવામાં આવી હતી. માલવિયાનગર પોલીસના જણાવ્યા પ્રમાણે સદનસીબે ઘટનાને પગલે કોઇ જાનહાની થવા પામી ન હતી.
Next Story