New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/IMG-20170831-WA0006.jpg)
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે શહેરનાં ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક આઈશર ટેમ્પા માંથી રૂ.4 લાખ થી પણ વધુનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો.જો કે પોલીસને ચકમો આપીને બુટલેગર અને તેનો સાગરીત ફરાર થઇ ગયા હતા.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અતુલ સોનારા અને તેમની ટીમ દ્વારા બાતમીને આધારે ભક્તિનગર પોલીસ મથકની હદ માંથી વિદેશી શરાબ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચની ટીમે આયશર ટેમ્પા માંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી શરાબ અને બિયરની બોટલો મળીને કુલ રૂપિયા 4,17,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વિદેશી શરાબ ઉપરાંત રૂપિયા 7 લાખની કિંમતનો આયશર ટેમ્પો મળીને કુલ રૂપિયા 11,17,600નો મુદ્દામાલ કબ્જે કરીને ફરાર બુટલેગર અને તેના સાગરીતોને ઝડપી પાડવા માટેના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.