Connect Gujarat
ગુજરાત

રાજકોટ : ચમડી ગેંગના 5 જેટલા શખ્સોની કરાઈ ધરપકડ

રાજકોટ : ચમડી ગેંગના 5 જેટલા શખ્સોની કરાઈ ધરપકડ
X

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાંય સમયથી ચેઈન સ્નેચીંગના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ચેઈન સ્નેચીંગના ગુના બનતા અટકવા પોલીસે પણ હવે કમર કસી હોઈ તેવુ લાગી રહ્યુ છે. રાજકોટ તાલુકા પોલીસ દ્વારા ચમડી ગેંગના પાંચ જેટલા શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક પુછપરછ દરમિયાન આરોપીઓએ તાજેતરમાં જ કરેલ ચીલ ઝડપના ૬ તેમજ વાહનચોરીના ૨ ગુનાઓની કબુલાત કરી હતી. તો સાથે જ ભુતકાળમા ૩૬ જેટલા ગુનાઓ આચરી ચુક્યા હોવાની પણ મોટી કબુલાત કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ ચીલઝડપ કર્યા બાદ સોની વેપારીઓ પાસે જઈ સોનાના દાગીના વહેંચી નાંખતા હતા. આરોપીઓ મુખ્યત્વે રસ્તા પર જતી એકલી મહિલાઓને શિકાર બનાવતા હતા. કારણ કે, મહિલાઓએ મોટા ભાગે વધુ પ્રમાણમા સોનુ પહેર્યુ હોવાથી તેમને ટાર્ગેટ કરવામા આવતા હતા. ત્યારે સમગ્ર બનાવના સીસીટીવી ફુટેજ પણ પોલીસના હાથે લાગતા આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. રાજકોટ તાલુકા પોલીસ દ્વારા ચમડી ગેંગના પાંચ જેટલાશખ્સોની ધરપકડ કરી તમામ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Next Story