New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-272.jpg)
રંગીલુ રાજકોટ ફરી એક વાર રક્તરંજીત થયુ છે. જયાપાર્વતીના જાગરણને કારણે એક તરફ રાજકોટમા રાત્રીના જાણે દિવસ ઉગ્યો હોઈ તેવો માહોલ સર્જાયો હતો. તો બિજી તરફ રાજકોટના નાણાવટ્ટી ચોક પાસે આવેલ જાસલ કોમ્પલેક્ષના પંટાગણમા ખેલાયો ખુની ખેલ. જી, હા એકટીવા અથડાવા જેવી નાની બાબતમા મામલો બિચકાતા હત્યામા પરિણમ્યો છે. ત્યારે ઘટનાની જાણ થતા પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા એસીપી પિ.કે.દીયોરાએ જણાવ્યું હતું કે રાજકોટ નાણાંવટી ચોકમાં આકાશ ડોડીયા નામના શખ્સની છરીના ઘા ઝીકી હત્યા કરવામા આવી છે. ત્યારે મૃતકના ભાઈની ફરિયાદના આધારે સહેજાદ, અંકિત, ફેઝલ અને વિનય નામના શખ્સો વિરુધ્ધ ગુનો નોંધવામા આવ્યો છે. ત્યારે હાલ રાજકોટ પોલીસની જુદી જુદી ટીમ બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરવામા આવી છે.