Connect Gujarat
ગુજરાત

રાજકોટ તાલુકા પોલીસે બુલેટ ચોરી કરતી ગેંગ પકડી પાડી

રાજકોટ તાલુકા પોલીસે બુલેટ ચોરી કરતી  ગેંગ પકડી પાડી
X

રાજકોટમા દિવસે અને દિવસે બાઈક ચોરીના બનાવો બની રહ્યા છે. ત્યારે પોલીસે પણ આરોપીઓને પકડવા કમર કસી હોઈ તેવુ લાગી રહ્યુ છે.

ત્યારે રાજકોટ તાલુકા પોલીસ દ્વારા બુલેટ ચોરી કરતી ગેંગને પકડી પાડવામા આવી છે. તાલુકા પોલીસની પુછપરછમા આરોપી ભરત અને કુલદીપ મોજશોખ માટે બુલેટ ચોરી કરતા હોવાનુ કબુલ્યુ છે.

તો સાથેજ બુલેટ ચોરી માટે ટ્રેનીંગ યુટયુબના માધ્યમથી લીધી હોવાની કબુલાત કરી છે. ત્યારે પોલીસે આરોપી પાસેથી 4 જેટલા બુલેટ કબ્જે કર્યા છે. આમ પોલીસે કુલ 3.70 લાખના બુલેટ કબ્જે કર્યા છે. પોલીસની પુછપરછમા બંને આરોપીઓએ એન્જીનીંયરીંગનો અભ્યાસ કરતા હોવાનુ પણ જણાવ્યુ છે. ત્યારે આ પ્રકારના કિસ્સા સમાજને શર્મસાર કરે છે.

Next Story