રાજકોટ : નવરાત્રી પહેલાં મેઘરાજાની એન્ટ્રી: વરસાદમાં પણ રમાડાશે ગરબા

0

રાજકોટમાં 2017 બાદ 2019માં પણ નવરાત્રીના સમયે વરસાદની હાજરી જોવા મળી રહી છે. સતત વરસી રહેલા વરસાદે ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતા વધારી છે પણ આયોજકો ચાલુ વરસાદમાં પણ ગરબા રમાડવા માટે સજજ બન્યાં છે.

નવરાત્રીના તહેવારને આડે હવે બસ ગણતરીની કલાકો જ બાકી છે.ત્યારે વરસાદ વિઘ્ન બન્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદના  કારણે વિવિધ ગરબા મેદાનો ખાતે વરસાદી પાણીનો ભરાવો થઇ ગયો છે. વરસાદે વિરામ લેતાંની સાથે આયોજકો મેદાનોમાંથી પાણી કાઢવાની કવાયતમાં લાગી ગયાં છે. કીચડને દુર કરવા માટે કપચી અને મોરમ પાથરવામાં આવી રહી છે.

કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા સુરભી અર્વાચીન રાસ ગરબાના આયોજકોએ જણાવ્યુ હતુ કે ગમે તેટલો વરસાદ પડે નવે નવ દિવસ ખૈલયાઓને રમાડવામા આવશે. તેમને લાઈટ, સાઉન્ડ, ગ્રાઉન્ડ અને મ્યુઝીકની કોઈ પણ ઘટ પડવા દેવામા નહી આવે. વર્ષ 2017માં પણ આ વખતની જેમ જ વરસાદ પડયો હતો. તેમ છતા ચાલુ વરસાદમા પણ ખૈલૈયાઓ મન મુકીને નાચ્યા હતાં.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here