/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/9-1.jpg)
તાજેતરમાં દિલ્હી પોલીસ પર આધારિત બાટલા હાઉસ ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી લોકમેળા અને અન્ય બંદોબસ્તમાં વ્યસ્ત રહેતા પોલીસ અધિકારીઓ અને જવાનો માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા બાટલા હાઉસ મુવી નો શો રાખવામાં આવ્યો હતો. આ શો માં 1000થી પણ વધુ પોલીસ અધિકારીઓ જવાનો તેમજ મીડિયા ના મિત્રો હાજર રહ્યા હતા.
કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી પોલીસ અધિકારીઓ અને જવાનો જુદા જુદા બંદોબસ્ત તેમજ અન્ય કામગીરીમાં વ્યસ્ત રહેતા હતા. જેના કારણે તેઓ માનસિક તણાવમાંથી મુક્તિ મળે તે હેતુ થી આ પ્રકારના શોનું આયોજન કરવામાં આવ્યું છે. તો સાથે જ તાજતરમાં ગૃહ વિભાગ દ્વારા રિફ્રેશમેન્ટ અલાઉન્સ માં વધારો કરવામાં આવ્યો છે. તે અંગે પોલીસ અધિકારીઓ અને જવાનોને માહિતગાર પણ કર્યા હતા. પોલીસ વિભાગ પર આધારિત મુવી બતાવવાનો હેતુ પોલીસ ફોર્સ સાથે સંકળાયેલ જવાનો અને અધિકારીઓ ભૂતકાળમાં બનેલ ઘટનાઓ થી વાકેફ થાય તેમજ ગંભીર પ્રકારની ઘટના સમયે ક્યાં પ્રકારના પગલાં લેવા તેમજ સાવચેતી રાખવી તેનો છે.