રાજકોટ: બળાત્કારના આરોપીએ જામીન પર છૂટી ફરીવાર સગીરાનું અપહરણ કરી આચર્યું 7 દિવસ સુધી બળાત્કાર

0
947

આજ એક એવા નરાધમની વાત કરવી છે, જેણે ચાર વર્ષ પહેલા સગીરા પર દુષ્કર્મ કેસમાં કોર્ટે 10 વર્ષની સજા ફટકારી હતી. તેમ છતાં હાઇકોર્ટમાંથી જામીન મેળવ્યા બાદ ફરી એજ સગીરા પુખ્ત થતા તેનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું. માલવીયાનગર પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે 48 વર્ષિય આ નરાધમની ધરપકડ કરી જેલનાં સળીયા ગણતો કરી દીધો છે. જૂઓ કોણ છે આ શખ્સ અમારા આ ક્રાઇમ રીપોર્ટમાં

રાજકોટ પોલીસનાં સકંજામાં ઉભેલો આ શખ્સ છે ભગવાનજી લક્ષ્મણ રાઠોડ…આરોપી ભગવાનજી પર આરોપ છે યુવતીનું અપહરણ કરી તેને ધાકધમકીઓ આપી દુષ્કર્મ આચરવાનો…રાજકોટનાં માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં યુવતીનું અપહરણ કરી તેની સાથે ભગવાનજી રાઠોડ નામનાં 48 વર્ષિય શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની ફરીયાદ નોંધાય હતી. જેને આધારે પોલીસે આરોપી ભગવાનજી રાઠોડની ધરપકડ કરી છે. પોલીસ સમક્ષ પિડીતાએ નિવેદન આપ્યું હતું કે, સગીર હતી ત્યારે તેની સાથે ભગવાનજી રાઠોડે દુષ્કર્મ આચર્યું હતું. જેની કોર્ટમાં જૂબાની આપતા કોર્ટે 10 વર્ષની સજા ફટકારી હતી. જાન્યુઆરી મહિનામાં ભગવાનજીએ યુવતીની શોધખોળ કરી કોન્ટેક્ટમાં આવ્યો હતો અને ‘તારી જૂબાનીને કારણે જ દશ વર્ષની સજા પડી હતી હવે તારે મારી સાથે લગ્ન કરવા પડશે’ કહીને ભાઇ અને પિતાની હત્યા કરવાની ધમકી આપી અપહરણ કરી લીંબડી તરફ લઇ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પુછપરછ શરૂ કરી છે.

પોલીસનાં કહેવા મુજબ, આરોપી ભગવાનજી રાઠોડ મવડીનાં માયાણીનગર કવાર્ટર પાસે ચામુંડા નગરમાં રહે છે. વર્ષ 2015માં પિડીતા સગીર વયની હતી ત્યારે તેનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેની પોલીસ ફરીયાદ નોંધાતા તેની અગાઉ ધરપકડ થઇ હતી. કોર્ટમાં કેસ ચાલી જતા પિડીતાનાં નિવેદન આધારે કોર્ટે 10 વર્ષની જેલની સજા ફટકારી હતી. જોકે છેલ્લા એક વર્ષ થી આરોપી ભગવાનજી રાઠોડ હાઇકોર્ટમાંથી જામીન મેળવીને જેલમાંથી બહાર આવ્યો હતો. 17જાન્યુઆરીનાં તેને પિડીતાને શોધીકાઢી હતી અને તેનું અપહરણ કરી લીંમડીનાં ભલગામડા ગામ તરફ લઇ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પિડીતાને તેનાં કાકાનાં હાથે સોંપીને ધ્યાન રાખજો કહીને ઘરની આસપાસ ફરી આટાફેસા શરૂ કરતા પોલીસમાં પરીજનોએ ફરીયાદ નોંધાવી હતી.

રાજકોટમાં દુષ્કર્મનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે જેમાં સગીરાઓને લલચાવી લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ આચરવાની ફરીયાદો અનેક નોંધાય છે. તો બીજી તરફ આ પ્રકારે ગુનેગારોનાં દબાણમાં આવીને અનેક ફરીયાદો થતી નથી. ત્યારે આ 48 વર્ષિય ઢગાએ 19 વર્ષિય યુવતીને સગીર અવસ્થામાં પોતાનો શીકાર બનાવ્યા બાદ ફરી એક વખત તેને શિકાર બનાવતા હેવાનીયતની હદ આવી છે ત્યારે પોલીસે આરોપીને જેલનાં સળીયા ગણતો કરી દીધો છે પરંતુ આવી ઘટનાઓને રોકવા સમાજે પણ જાગૃત થવાની જરૂર છે.

Love ni love stories movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here