રાજકોટ : બાંગ્લાદેશ સામેની ટી- 20 મેચમાં ભારત બોલિંગ લાઇનમાં કરશે બદલાવ

0
Independence Day

રાજકોટ ખંઢેેરી સ્ટેડિયમમાં રમાનાર ભારત-બાંગ્લાદેશ વચ્ચેના ટી-20 મેચ  પૂર્વે આજે ભારતની ટીમના કેપ્ટન રોહિત શર્માએ પત્રકારો સાથે ટીમની સ્ટ્રેટજી અંગે ચર્ચા કરી હતી. રોહિત શર્માએ સ્પષ્ટ કર્યું હતુ કે રાજકોટની મેચો માટે ભારત બેટીંગ લાઇનમાં નહીં પરંતુ બોલીંગ લાઇનમાં ફેરફાર કરશે.

 દિલ્હી ખાતે રમાયેલી પહેલી મેચમાં મળેલી હાર બાદ રાજકોટ ખાતેની મેચ જીતવા માટે ટીમ ઇન્ડિયાએ કમર કસી છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પત્રકાર પરિષદમાં  જણાવ્યું હતુ કે દિલ્હીમાં વિકેટ ખરાબ હતી અને હવામાં પ્રદૂષણ પણ વધારે હતું જેની અસર રમત પર થઇ. પરંતુ રાજકોટની વિકેટ સારી છે. અહીંયા બેટીંગ વિકેટ છે તેથી ટીમની બેટીંગ લાઇનમાં ફેરફાર કરવામાં આવશે નહીં. તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે બાંગ્લાદેશની ટીમ સારું રમે છે. પરંતુ ટીમ ઇન્ડિયા બોલીંગ લાઇનમાં ફેરફાર કરી આ મેચ જીતી જશે. રોહિત શર્માએ વધુમાં જણાવ્યું હતું કે દિલ્હીની મેચમાં હાર પાછળ નબળી ફિલ્ડીંગ પણ જવાબદાર હતી. તેથી આ મેચમાં ફિલ્ડીંગ પર ભાર મૂકવામાં આવશે અને પોઝિટીવ અપ્રોઝ સાથે અમારી ટીમ મેદાનમાં ઉતરશે. રોહિત શર્મા અને ટીમએ પીચનું નિરીક્ષણ પણ કર્યુ હતુ. રાજકોટની પીચ પર જંગી સ્કોર થઇ શકે છે અને તેઓ આ મેચમાં દિલ્હીની ભુલોને સુધારશે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here