New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/rjt-jail-e1559905910914.png)
સમાજમા ગેરકાનુની પ્રવૃતિ કરતા શખ્સોને સજાના ભાગ રુપે જેલમા પુરી દેવામા આવતા હોઈ છે. પંરતુ રીઢા ગુનેગારો જેલમા પુરાયા બાદ પણ સુધરતા નથી હોતા. ત્યારે રાજકોટ જેલમા કેદીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે.
જે મામલે રાજકોટના પ્ર.નગર પોલીસ સ્ટેશનમા ગુનો પણ નોંધાયો છે. પોલીસ સ્ટેશનમા ગુનો નોંધાયા મુજબ ફાયરીંગ અને હત્યાના પ્રયાસના ગુનામા જેલવાસ ભોગવી રહેલા કાચાકામના કેદી ઈશાન પર પાંચ જેટલા કેદીઓએ હુમલો કર્યો છે. જે હુમલામા ઈશાનને મુંઢ માર મારતા હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી છે. ઉલ્લેખનીય છે કે ઈશાન જોશી પર ફાયરીંગ કરવાનો, હત્યાનો પ્રયાસ કરવાનો તેમજ રાયોટીંગનો ગુનો નોંધાયો છે. ત્યારે પોલીસના જણાવ્યા પ્રમાણે સામાન્ય બોલાચાલીમા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.