New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-229.jpg)
રાજકોટ શહેરમા ફરી એક વાર અસામાજિક તત્વોનો આંતક સામે આવ્યો છે. શહેરના રેસકોર્ષ વિસ્તારમા ૬ જેટલા શખ્સો દ્વારા એક યુવકને માર મારવામા આવ્યો હતો. જે સમગ્ર મામલાનો વિડીયો હાલ સોશીયલ મિડીયામા વાઈરલ થઈ રહ્યો છે. વિડીયોમા સપષ્ટ પણે જોઈ શકાય છે કે રેસકોર્ષ ગાર્ડન પાસે આવેલ રસ્તા પર ૬ જેટલા શખ્સ દ્વારા એક અજાણ્યા યુવાનને માર મારવામા આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે જ્યારે યુવકને માર મારવામા આવી રહ્યો હતો. ત્યારે ત્યાંથી રાહદારીઓ પણ નિકળતા હતા તેમ છતા કોઈએ યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો. જો કે હજુ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નો નોંધાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. ત્યારે વાઈરલ થયેલ વિડીયો પોલીસ સુધી પહોંચતા પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ શરૂ કરવામા આવી છે.