Connect Gujarat
ગુજરાત

રાજકોટ શહેર કોંગ્રેસમા ભડકો, રાજકોટ કોંગ્રેસ નામનું વોટસઅપ ગ્રુપ કરાયુ બંધ

રાજકોટ શહેર કોંગ્રેસમા ભડકો, રાજકોટ કોંગ્રેસ નામનું વોટસઅપ ગ્રુપ કરાયુ બંધ
X

રાજકોટ કોંગ્રેસમા ફરી એક વાર ભડકો જોવા મળ્યો છે. વિધાનસભા અને લોકસભામા રાજકોટમા પછડાય ખાધા બાદ હજુ પણ કોંગ્રેસમા એકતા જોવા નથી મળી રહી. 15મી ઓગસ્ટના રોજ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 10મા શહેર કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. જે કાર્યક્રમ માટે બનાવવામાં આવેલ મેસેજમા આઈટી સેલનો ઉલ્લેખ ન કરાતા આઈટી સેલ સહિતના કોંગ્રેસના અન્ય સેલના નારાજ હોદ્દેદારો અને કાર્યકર્તાઓમા રોષ જોવા મળ્યો હતો.

[gallery td_gallery_title_input="રાજકોટ શહેર કોંગ્રેસમા ભડકો, રાજકોટ કોંગ્રેસ નામનું વોટસઅપ ગ્રુપ કરાયુ બંધ" td_select_gallery_slide="slide" size="large" ids="108149,108150,108151,108152,108153,108154"]

જેના કારણે રાજકોટ શહેર કોંગ્રેસ નામના વોટસઅપ ગ્રુપમા બોલાચાલી થઈ હતી. જેમા બાહદુરસિંહ ઝાલા નામના કોંગ્રેસી આગેવાને તો વર્તમાન પ્રમુખ પર નિશાન સાધતા કહ્યુ હતુ કે વર્તમાન પ્રમુખ અશોક ડાંગર સાચા કોંગ્રેસી હોઈ તો કોર્ટમા સોંગદ નામુ કરે કે તેઓ ફરી પાછા ભાજપમા નહી જાય. તો બિજી તરફ આ સમગ્ર મામલે કનેકટ ગુજરાતની ટીમે અશોક ડાંગરનો સંપર્ક સાધતા તેઓએ આ સમગ્ર મામલાથી અજાણ હોવાનુ જણાવ્યુ હતુ. તો બિજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી હેમાંગ વસાવડાએ જણાવ્યુ હતુ કે રાજકોટ કોંગ્રેસનુ એક ગ્રુપ છે તે બંધ કરવામા આવ્યુ છે. જે પણ લોકોએ પક્ષ વિરુધ્ધી કૃત્ય કર્યુ છે તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામા આવશે.

Next Story