રાજકોટ : સતત બીજા દિવસે પણ BRTS બસના ચાલકનો વિડીયો થયો વાયરલ, અઘટીત ઘટના બને તો જવાબદાર કોણ..?

New Update
રાજકોટ : સતત બીજા દિવસે પણ BRTS બસના ચાલકનો વિડીયો થયો વાયરલ, અઘટીત ઘટના બને તો જવાબદાર કોણ..?

બુધવારના રોજ સુરતમાં સીટી બસે ત્રણ લોકોનો જીવ લીધો હતો અને ગુરૂવારના રોજ અમદાવાદમાં પણ BRTS બસે બે સગા ભાઈઓને કચડી નાખ્યા હતા, ત્યારે રાજકોટમાં સતત બે દિવસથી BRTS બસના વિડિયો વાયરલ થઇ રહ્યા છે. ગત રોજ રસ્તા પર દોડતી ચાલુ BRTS બસમાં ડ્રાઈવર ફોન પર વાત કરી રહ્યો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો, ત્યારે આજરોજ ફરી એક વાર BRTS બસના ડ્રાઈવરનો ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે.

માર્ગ પર દોડતી ચાલુ BRTS બસમાં ડ્રાઇવર મોબાઇલમાં વ્યસ્ત હોવાનું સામે આવ્યું છે. આમ એક બાદ એક વાયરલ થઇ રહેલા વીડિયોમાં BRTS બસનો ચાલક જોખમી રીતે બસ હંકારી રહ્યો હોવાનું સામે આવ્યું છે, ત્યારે આ સમગ્ર મામલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડ દ્વારા સીટી બસ અને BRTS બસના મુદ્દાઓને લઈને મહત્વની બેઠક બેઠક બોલાવવા મનપા કમિશનરને સૂચન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં અકસ્માતના બનાવ ન બને તે માટે સ્ટાફને જરૂરી તાલીમ આપવામાં આવશે. તો સાથે જ આવનારા દિવસોમાં બસ ચલાવનાર ચાલકો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.

Latest Stories