New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-172.jpg)
રાજકોટની સવન બિલ્ડીંગ સાઈટના ખાડામા ડુબ્યા 3 બાળકો, પોલીસે નોંધ્યો ગુનો
રાજકોટના રૈયા ગામ પાસે આવેલ સવન બિલ્ડીંગ સાઈટના ખાડામા ડુબી જવાથી 3 બાળકોના મોત નિપજ્યા છે. બપોરના રોજ બે સગાભાઈ સહિત ત્રણ બાળકો ન્હાવા ગયા હતા, ત્યારે બાળકો ઘરે પરત ન ફરતા પરિવારજનોએ બાળકોની શોધખોળ શરુ કરી હતી. ત્યારે ત્રણેય બાળકોની લાશ સવન બિલ્ડીંગ સાઈટના ખાડામાંથી બહાર કાઢવામા આવી હતી. જે બાદ ત્રણેય બાળકોની લાશને સિવિલ હોસ્પિટલે પિએમ માટે ખસેડવામા આવી હતી.રાજકોટ યુનિવર્સિટી પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધી છે. તેમજ તપાસમાં બિલ્ડર કે કોન્ટ્રાકટર જેમની પણ બેદરકારી સામે આવશે તેમના વિરુધ્ધ કાયદાકીય પગલા પણ લેવામા આવશે.