રાજપીપળાઃ નિર્ભયા સ્કવોર્ડે રોમિયોગીરી કરતા રોમિયોને ઝડપી પાડયો

New Update
રાજપીપળાઃ નિર્ભયા સ્કવોર્ડે રોમિયોગીરી કરતા રોમિયોને ઝડપી પાડયો

રાજપીપળાની કોલેજો તેમજ શાળાની વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરતા રોમિયોગીરી કરતા અસામાજિક તત્વોને નિર્ભયા સ્કવોર્ડે પકડી પાડયો હતો.

રાજપીપળાની કન્યા વિનય મંદિરની શાળાની ફરિયાદ પેટીમાં એક વિદ્યાર્થીનીએ ફરિયાદ નાંખી હતી. જે બાદ પીએસઆઈ કે.કે.પાઠકે જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાના માર્ગદર્શન હેઠળ વોચ ગોઠવ હતી. ફરીયાદમાં વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, સફેદ કલરની વાન અને ઉપર મલ્હાર લખાવેલ વાનના ચાલક મને બીભત્સ ચેનચાળા કરે છે.

ફરિયાદના આધારે નિર્ભયા સ્કવોર્ડે સફેદ કલરની વાન રોકી તપાસ કરતા નામ જયેશભાઈ કંચનભાઈ પાટણવાડિયાને ઝડપી પાડયો હતો. અને લેખિતમાં ગુનાની કબુલાત કરાવી હતી તેમજ માફીપત્ર પણ લખાવાયું હતું. આમ નિર્ભયા સ્કવોર્ડ દ્વારા આવા રોમિયોગીરી કરતા આવા લુખ્ખા તત્વોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.