રાજયમાં 19 લાખ ખેડૂતોને ગત વર્ષનો જ પાક વીમો ચુકવાયો નથી

કેન્દ્રીય
મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ વર્ષ 2017-18માં 19 લાખ
ખેડૂતોના બાકી પાક વીમા અંગે આપેલ નિવેદન સામે આજે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ
સણસણતો જવાબ આપ્યો છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રાજ્યની સરકાર સામે ખેડૂતોના હિત
મુદ્દે લડત કરવાના એંધાણો આપતા રાજકારણ ગરમાયું છે.
અમરેલી
જિલ્લા ભાજપના નવા વર્ષ નિમિત્તે રાજુલા ખાતે જિલ્લા ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ
યોજાયો હતો. જેમાં કેન્દ્રીય મંત્રી પૂરુંષોત્તમ રૂપાલા, ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી અને
સાંસદ નારણ કાછડીયા સહિતના નેતાઓએ ભાજપ કાર્યકર્તાઓને નવા વર્ષ નિમિત્તે સંબોધન
કર્યું હતું, અમરેલી
જિલ્લા સહિત 11 જિલ્લાઓમાં
ગત વર્ષે થયેલી અતિવૃષ્ટિ અને વર્ષ 2017 અને 2018ના વર્ષમાં 19 લાખ ખેડૂતોને પ્રીમિયમ ભરવા છતાં પણ પાક
વીમાની રકમ ન ચૂકવાતા ગયા વર્ષે એક જ કંપનીનો ફક્ત કપાસનો વિમો બાકી હોવાનું
કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું. સાથે કેન્દ્ર સરકાર ગયા
વર્ષના બાકી વીમા અંગે જાણકારી લઈને ખેડૂતોને વહેલી તકે વીમો ચૂકવાય તેવી ગોઠવણ
કરી રહ્યું છે કોઈ ટેકનિકલ કારણોસર કે વીમો ન ચૂકવાયો હોય તો કેન્દ્ર સરકાર
ખેડૂતોને વીમો ચૂકવવા કટિબદ્ધ છે તેમ જણાવી ખેડૂતોને ન્યાય આપવાની વાત કરી હતી.
ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આજરોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી
આપી હતી. કમોસમી વરસાદથી
ખેતીના પાકને થયેલ નુકશાન અંગે સરકાર સામે પરેશ ધાનાણીએ પ્રહારો કર્યા હતા. તલ, બાજરી, કપાસ, જુવાર, મગફળી સહિતના પાકોને થયેલ નુકશાન અંગે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રાજ્યની
સરકાર સામે ખેડૂતોના હિત
મુદ્દે લડત કરવાના એંધાણો આપતા રાજકારણ ગરમાયું છે.