ભારતમાં દર વર્ષે તા. ૧લી ઓક્ટોબરે રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ રક્તની જરૂરિયાત સામે રક્તદાન જનજાગૃતિ અભિયાનને વેગવંતુ બનાવા અને સામાન્ય જન માનસને રક્તદાન માટે પ્રોત્સાહિત કરવા માટે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. તમામ રક્તદાન કેન્દ્રોની જરૂરિયાત સંતોષી શકાય અને આકસ્મિક સંજાગોમાં રક્તની જરૂરિયાત મંદોને પુરા પાડી શકાય.
રાષ્ટ્રીય રક્તદાન દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના સમારોહમાં યુવા રક્તદાતાઓ કે જેમણે, ૧૮ થી ૨૫ વર્ષ સુધીમાં ૧૫ કે તેથી વધુ વખત સ્વૈચ્છિક રક્તદાન કર્યું હોય તેવા ગુજરાતભરના ૫૭ રક્તદાતાઓને સન્માનિત કરાયા હતા. જેમાં વલસાડના સાત યુવા રક્તદાતાઓનો સમાવેશ થાય છે. જેમનો અભિવાદન સમારોહ વલસાડ રક્તદાન કેન્દ્રના ૩૬મા વર્ષમાં મંગળ પ્રવેશની પૂર્વસંધ્યાએ વલસાડ ખાતે યોજાયો હતો.
રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસની આ વર્ષની થીમ છે કે, દરેક વ્યક્તિએ જીવનમાં ઓછામાં ઓછું એક વખત રક્તદાન કરવું જાઇએ. જા કે વલસાડ જિલ્લાની વાર્ષિક ૪૦ હજાર યુનિટ રક્તની જરૂરિયાત સામે ૩૦ હજારથી વધુ વ્યક્તિઓ સ્વૈચ્છિક રકતદાન કરી તથા કેટલાય નાના-મોટા રક્તદાન શિબિર આયોજકો રક્તદાન શિબિરનું આયોજન કરીને વધુને વધુ રક્તદાતાઓને પ્રોત્સાહિત કરી રક્તદાન માટે પ્રેરણાસ્ત્રોત બની વંદનીય કાર્ય થકી જરૂરિયાતમંદોને મદદરૂપ થઇ માનવતાને ચરિતાર્થ કરી રહ્ના છે.
વલસાડ રક્તદાન કેન્દ્રની ૩૫ વર્ષની સેવાકીય કામગીરી અંગે જાણકારી આપતાં ડૉ.યઝદી ઇટાલીયા જણાવે છે કે, ૧૯૮૪માં સમાજસેવાના અભિગમથી પા-પા પગલી માંડી શરૂ કરેલી બ્લડબેîક વલસાડ રક્તદાન કેન્દ્ર આજે સમગ્ર વલસાડ અને ડાંગ જિલ્લાની રીજીયોનલ બેîક છે. જે અદ્યતન સામગ્રીથી સજ્જ અને આધુનિક ટેકનોલોજીના સથવારે ૧૦૦ ટકા કમ્પોનન્ટ યુનિટ સાથે વિશાળ વટવૃક્ષ બની રક્તદાન અને સંશોધન ક્ષેત્રે ૩૫ વર્ષ પૂર્ણ કરી ૩૬મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહી છે, જેનો આનંદ અને ગૌરવ છે.
સંસ્થામાં ૧.૩૫ લાખ રક્તદાતાઓનો ડેટાબેઝ ધરાવે છે. જે પૈકી ૪૬ હજાર રક્તદાતાઓએ ચારથી વધુ વખત નિયમિત રક્તદાન કર્યું છે, જ્યારે ૮૯ હજાર (૬૬ ટકા) રક્તદાતાઓ જરૂરિયાત મુજબ રક્તદાન કરી ૧૦૦ ટકા સ્વૈચ્છિક રક્તદાન થકી કોઇકને મદદરૂપ થઇ શક્યા છે. જા આ ૬૬ ટકા રક્તદાતાઓ વર્ષમાં માત્ર બે વખત નિયમિત રક્તદાન કરે અને નિયમિતતા જાળવે તો ક્યારેય રક્તની અછત નહીં પડે અને જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત મળી શકે.
૩૫ વર્ષની સફરમાં ૩૨૧૫ સ્વૈચ્છિક રક્તદાન શિબિર થકી ૧,૬૬,૭૮૩ રક્ત યુનિટ તથા છેલ્લા પાંચ વર્ષમાં રક્તદાન શિબિર થકી સરેરાશ ૫૦ ટકા રક્ત મેળવી શક્યા છે, જેનો શ્રેય નિઃસ્વાર્થ સ્વૈચ્છિક રક્તદાન શિબિર આયોજકો અને રક્તદતાઓને જ આભારી છે.
સંસ્થા તમામ સહયોગીઓને નતમસ્તક વંદન કરી ભવિષ્યમાં પણ આ પ્રકારનો સહયોગ રક્તદાતાઓ તરફથી મળી રહેશે એવી અપેક્ષા સેવી આ કાર્ય વધુ કાર્યદક્ષતાથી નિભાવવા કટિબધ્ધ છે.