New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/1456708_553971544688943_841180794_n.jpg)
કેન્દ્ર સરકારે 1લી ઓગષ્ટથી સાતમા પગાર પંચ મુજબ પગાર વધારો આપવાની જાહેરાત કરી છે. જેને ગુજરાત સરકાર દ્વારા પણ આવકારતા રાજ્યમાં આજથી જ પગાર વધારો અમલમાં આવશે.
આ અંગે મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે સાતમા પગાર પંચની ભલામણો સ્વીકારતા આનંદ થાય છે અને રાજ્યમાં સરકારી કર્મચારીઓને તે મુજબ પગાર વધારો આપવામાં આવશે.
વધુમાં આનંદીબેને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે સાતમા પગાર પંચની ભલામણ મુજબનો વધારો 1 લી ઓગષ્ટથી જ અમલમાં લાવવામાં આવશે.
જોકે, 1 જાન્યુઆરીથી લઇને જુલાઇ 2016સુધીનું એરિયર્સ ક્યારે મળશે તે અંગે સરકારે કોઇ સ્પષ્ટતા કરી નથી.