Top
Connect Gujarat

રાજ્યમાં ગરમી ૪૫ ડિગ્રી પાર જશે, જાણો કયા ૭ શહેરોમાં હીટવેવની સંભાવના..!

રાજ્યમાં ગરમી ૪૫ ડિગ્રી પાર જશે, જાણો કયા ૭ શહેરોમાં હીટવેવની સંભાવના..!
X

અમદાવાદમાં આજે ઓરેન્જ અલર્ટ તો ૨૬મીએ રેડ અલર્ટ

હવામાન વિભાગે આવનારા પાંચ દિવસમાં રાજ્યમાં તાપમાનનો પારો ૪૩ થી ૪૬ ડિગ્રી સુધી પહોંચી શકે એવી ચેતવણી આપી છે. એપ્રિલ મહિનામાં આ અગાઉ ૨૦૦૨ માં ગરમીનો પારો ૪૫ ડિગ્રીને આંબી ગયો હતો. અમદાવાદમાં ગરમીના પગલે સૌથી વધારે ખરાબ સ્થિતિ સર્જાય એમ છે.

ગુરૂવારે શહેરમાં ઑરેન્જ અને શનિ-રવિવારે રેડ એલર્ટની ચેતવણી અપાઈ છે. હવામાન વિભાગે બપોરે જરૂરી કામ સિવાય બહાર નહીં નિકળવા સલાહ આપી છે. હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે ગુજરાત પર ઉત્તર-પશ્ચિમી ગરમ હવાનું મોજુ ફરી વળે એમ છે. સાથે જ બંગાળની ખાડી પર પણ એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે. વાવાઝોડું ગુજરાત પર આવતા પવનમાંથી ભેજ ખેંચી લે છે. જેના કારણે ગરમ અને સૂકા પવનો ફૂંકાશે. ચાર દિવસો દરમિયાન અમદાવાદમાં તા.૨૮ એેપ્રિલને રવિવારે ગરમીનો પારો ૪૫ ડિગ્રી પાર થવાની સંભાવના હવામાન વિશેષજ્ઞએ કરી છે.

વાતાવરણમાં મધ્ય લેવલે સક્રીય થયેલું હાઇપ્રેશર(એન્ટી સાયક્લોન)થી તા.૨૬ થી ૨૯ એેપ્રિલ સુધીમાં માથું ફાડી નાંખે તેવી ગરમી પડવાની શક્યતા છે. ગુરૂવારે ગરમીથી રાહત રહ્યા બાદ શુક્રવારથી રાજ્યમાં ક્રમશ ગરમીનો પારો વધશે. જયારે રાજ્યનાં સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતનાં અમરેલી, સુરેન્દ્રનગર, વડોદરા, ભરૂચ,મહેસાણા અને જુનાગઢમાં ગરમીનો પારો ૪૪ ડિગ્રી સુધી પહોચશે. તેમજ કેટલાંક વિસ્તારમાં ૪૫ ડિગ્રી પાર કરે તેવી શક્યતા છે.

અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં ગરમ અને સૂકા પવનો ફૂંકાશે. અમદાવાદ શહેરમાં ગુરૂવારે ઓરેન્જ એલર્ટ અને શુક્રવારે રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.

Next Story
Share it