New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/600265-swine-flu-thinkstock.jpg)
રાજ્યમાં સ્વાઈન ફ્લુનો કહેર હજી પણ યથાવત રહ્યો છે, અને કચ્છમાં બે મહિલાઓનાં મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યનાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભરૂચ સહિતનાં જિલ્લાઓ માં સ્વાઈન ફલૂએ હાહાકાર મચાવ્યો છે, અને હજી પણ જીવલેણ રોગનો કહેર યાથવત હોવાનું જાણવા મળ્યું છે.
કચ્છમાં મુદ્રાનાં નાના કપાયા અને નખત્રાણ ગામની મહિલાઓનાં સ્વાઈન ફ્લૂની સારવાર દરમિયાન મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે નવા પાંચ દર્દીઓનાં કેસ પોઝિટિવ આવતા 174 દર્દીઓ હાલમાં સારવાર હેઠળ હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જ્યારે બે મહિલાઓનાં મોત સાથે મૃત્યુઆંક 34 પર પહોંચ્યો છે.