રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચાર ઉમેદવારો વચ્ચે જંગ

New Update
રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચાર ઉમેદવારો વચ્ચે જંગ

રાજ્યસભાની ચૂંટણી તારીખ 8મી ઓગષ્ટના રોજ યોજાશે,ભાજપ અને કોંગ્રેસ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે, કોંગ્રેસના છ ધારાસભ્યોએ રાજીનામા આપીને ભાજપ સાથે જોડાયા હતા,જે ઘટના પણ ગુજરાતના રાજકારણના સમીકરણો બદલી શકે છે.

ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ 2 ખાતે સવારે 9 કલાકે રાજ્યસભાની ચૂંટણી માટેનું મતદાન શરુ થશે અને સાંજે 4 કલાકે મતદાન પ્રક્રિયા પૂર્ણ થશે. ચૂંટણી પંચનાં આયોજન મુજબ મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદનાં એક કલાક પછી મત ગણતરી શરુ થશે અને મોડી સાંજ સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવશે.

રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ભાજપ માંથી અમિત શાહ, સ્મૃતિ ઈરાની, બળવંતસિંહ રાજપુતે ઉમેદારી નોંધાવી છે, જ્યારે કોંગ્રેસ માંથી અહમદ પટેલ ઉમેદવાર છે.