Connect Gujarat
ગુજરાત

રાજ્ય સભા માટે ભાજપ માંથી ઉમેદવારી નોંધાવતા પુરૂષોત્તમ રૂપાલા

રાજ્ય સભા માટે ભાજપ માંથી ઉમેદવારી નોંધાવતા પુરૂષોત્તમ રૂપાલા
X

ગુજરાતમાં રાજ્ય સભા ની બેઠક માટે ભાજપમાંથી પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરૂષોત્તમ રૂપાલાએ ગાંધીનગર વિધાનસભા ભવન ખાતે તેઓએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.

rupala 1

ગુજરાત માં રાજ્ય સભાની ખાલી પડેલ એક બેઠક માટે ભાજપ ના ઉમેદવાર તરીકે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરૂષોત્તમ રૂપાલાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ,પ્રદેશ પ્રમુખ વિજય રૂપણી,પૂર્વ કેબીનેટ મંત્રી દિલીપ સંઘાણી વગેરે સહીત ની હાજરીમાં વિધાનસભા ભવન ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.

તારીખ 11મી જુને રાજ્ય સભાની ચૂંટણી યોજાશે.ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 31 મે છે,પરંતુ તેમ છતાં કોંગ્રેસ દ્વારા પોતાનાં ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી,જો કોંગ્રેસ માંથી કોઈ ઉમેદવારી પત્ર નહિ ભરાય તો પુરૂષોત્તમ રૂપાલા બિન હરીફ ચૂંટાય આવે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરી રહી છે.

Next Story
Share it