/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/IMG-20190417-WA0069.jpg)
પોલીસે ટ્રકચાલક સુરેશચંદ્ર ભંવરલાલ સાલવી અને ક્લિનર નરેન્દ્ર ઊર્ફે લત્તારામ કેવલરામજી ગર્ગની7400 રૂપિયાની રોકડ, બે મોબાઈલ અને 8 લાખની ટ્રક મળી કુલ 30.49 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો.
લોકસભાની ચૂંટણી ટાણે કચ્છમાં દારૂની રેલમછેલ કરવાના બૂટલેગરોના મનસુબા પર રાપર પોલીસે છાણીયા ખાતરની આડમાં રાજસ્થાનથી કચ્છમાં ઘુસાડાઈ રહેલો 22.38 લાખની કિંમતનો ભારતીય બનાવટના અંગ્રેજી શરાબનો જંગી જથ્થો જપ્ત કર્યો છે.
રાપરના પોલીસે બાતમીના આધારે માંજુવાસ ફતેગઢ વચ્ચે નર્મદા કેનાલના પુલ પાસે વૉચ ગોઠવી હતી. પોલીસે અહીંથી પસાર થતી RJ-19 GA-9099 નંબરની ટ્રકની તલાશી લેતાં તેમાંથી 22.38 લાખની કિંમતના ઈંગ્લિશ દારૂની 500 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે ટ્રકચાલક સુરેશચંદ્ર ભંવરલાલ સાલવી અને ક્લિનર નરેન્દ્ર ઊર્ફે લત્તારામ કેવલરામજી ગર્ગની 7400 રૂપિયાની રોકડ, બે મોબાઈલ અને 8 લાખની ટ્રક મળી કુલ 30.49લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. શરાબનો જથ્થો કચ્છમાં કોને અને ક્યાં ડિલિવર કરવાનો હતો તે અંગે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.