New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/1m.jpg)
સામાજિક સેવાના ધેય સાથે કાર્યરત રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા શાળાઓને વિવિધ સહાયના ઉપક્રમે રેઇન કોટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાની સજોદ કન્યાશાળા, હજાત પ્રાથમિક શાળા, જૂના બોરભાઠા પ્રાથમિક શાળા ખાતે વિધ્યાર્થીઓને રેઇન કોટનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રેસિડેંટ અમિતા કોઠારી, સેક્રેટરી સુનિલ નાડકરણી, પ્રોજેકટ ચેરમેન ગજેન્દ્ર પટેલ, પી.પી. જીતેન્દ્ર કોઠારી, રોટેરિયન નિધિ પારીક, સુરેખા ગોડબોલે સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.