/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-172.jpg)
લોકસભાની સામાન્ય ચુંટણી અંતર્ગત આણંદ લોકસભા બેઠકો માટે ગત 23 એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા યોજાઇ હતી. લોકસભાની ચૂંટણી 2019 માટે આજે આણંદ લોકસભાના ધર્મજ બૂથ-8 પર પુન:મતદાન કરવામાં આવી રહ્યું છે. જેમાં સોજિત્રા વિધાનસભામાં સમાવિષ્ટ ધર્મજ 8 પર મતદાન થઇ રહ્યું છે. ત્યારે સવારથી જ અહીં મતદાતાઓની લાઇન લાગી છે.
ધર્મજમાં 3 કલાકમાં એટલે સવારે 10 વાગ્યા સુધીમાં 20.79 ટકા મતદાન નોંધાયું છે.
મહત્વનું છે કે, બૂથ પર વિડીયોગ્રાફીને ધ્યાને લઈને કલેક્ટરે નિર્ણય કર્યો હતો. વિડીયોગ્રાફીમાં એકની એક વ્યક્તિએ વારંવાર મતદાન કર્યુ હોવાનું ખુલ્યુ હતુ. જેને લઈને ચૂંટણી અધિકારી દિલીપ રાણાએ મુખ્ય ચૂંટણીપંચને રજૂઆત કરી હતી.જે બાદ ફરીથી મતદાન થઈ રહ્યું છે.