New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/Screenshot_20180811-145251.png)
આજવા રોડ સ્થિત હરિઓમ ગેસ એજન્સી દ્વારા બાટલામાંથી ગેસ કાઢી લેવાતો હોવાની ફરિયાદો ઉઠી હતી
વડોદરામાં આજવા રોડ ઉપર આવેલી ઘરેલુ ગેસનાં બોટલોમાં ગેસ ઓછો આવતો હોવાની બાતમીનાં આધારે પુરવઠા વિભાગે દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ સ્થળ ઉપર જઈને તપાસ હાથ ધરતાં ફફડાટ વ્યાપ્યો હતો. વડોદરા નાં પુર્વ મેયર તરીકે પદ ભોગવી ચુક્યા છે હરિઓમ ગેસ એજન્સી નાં માલીક સુરેશ રાજપુત.
વડોદરામાં આજવા રોડ ઉપર આવેલી હરિઓમ ગેસ એજન્સી દ્વારા વિતરણ કરવામાં આવતા રાંધણગેસનાં બાટલામાં ઓછો ગેસ આવતો હોવાની ફરિયાદો ઉઠી હતી. જેના પગલે આજેપુરવઠા વિભાગે દરોડા પાડી ચેકિંગ હાથ ધર્યું હતું. તેમાં તપાસ કરતાં 25 જેટલા બોટલો માંથી ગેસ ઓછો નીકળતા બોટલો કર્યા સીલ કરવામાં આવ્યા હતા.
હરિઓમ ગેસ એજન્સીનાં માણસો ગેસના બોટલમાંથી ગેસ કાઢી લેતા હોવાંની ફરીયાદનાં આધારે પુરવઠા વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી. હરિઓમ ગેસ એજન્સી ઉપર નિયમ અનુશાર કાર્યવાહી કરવા પુરવઠા વિભાગે આદેશ આપ્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, હરિઓમ ગેસ એજન્સીનાં માલિક કૉંગ્રેસનાં પુર્વ મેયર સુરેશ રાજપુતની હોવાંનું બહાર આવ્યુ છે.