વડોદરાની વિશ્વામિત્રીને શુધ્ધ કરવાનું બીડું ઉપાડ્યું છે આ લોકોએ, હાધ ધર્યું આ કામ

New Update
વડોદરાની વિશ્વામિત્રીને શુધ્ધ કરવાનું બીડું ઉપાડ્યું છે આ લોકોએ, હાધ ધર્યું આ કામ

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ, નાગરિકો અને વન વિભાગ દ્વારા વડોદરા શહેરની વચ્ચેથી સર્પાકારે પસાર થતી પ્રદુષિતત વિશ્વામિત્રી નદીને સ્વચ્છ કરવાની કામગીરી આરંભી હતી.

વડોદરામાં સેવાભાવી સંસ્થાઓ અને એનજીઓ સાથે મળીને પ્રદુષિત વિશ્વામિત્રી નદી તેમજ નદીના પટને સાફ સફાઈ કરીને પુનઃ જીવિત કરવા માટે કાર્મશીલો વિશ્વામિત્રી અભિયાન ચલાવી રહ્યા છે. આજે વડોદરા વનવિભાગ દ્વારા તેમજ અન્ય સંસ્થાના કાર્યકરો તેમજ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વિશ્વામિત્રી નદીના કાંઠાની સફાઈ કરવામાં આવી. નદીના પટમાં પડેલા પ્લાસ્ટિક તેમજ અન્ય કચરાને એકઠો કરવામાં આવ્યો. વડોદરા શહેરમાં પસાર થતી નદીના દસ જેટલા સ્થળો પર સાફ સફાઈ કરવામાં આવી.

Latest Stories