Connect Gujarat
ગુજરાત

વડોદરામાં ગરબાનાં તાલે ઝૂમશે વિદેશી યુવતી

વડોદરામાં ગરબાનાં તાલે ઝૂમશે વિદેશી યુવતી
X

ગુજરાતમાં ઉજવાતા પરંપરાગત નવરાત્રી મહોત્સવ વિશ્વ ફલક પર પણ કંડારાયો છે. જેમાં વડોદરામાં પણ "મા અંબાની" ભક્તિ રૂપી ગરબાની રસથાળમાં વિદેશીઓ પણ તરબોળ બને છે.

વડોદરામાં ઉજવાતા નવરાત્રી મહોત્સવમાં સહભાગી બનવા માટે ચાઈના થી ફેલીસ નામની યુવતી આવી છે અને ઉત્સવને અનુરૂપ પરિધાનની ખરીદી પણ તેણે કરી છે.

કોમ્પ્યુટર નેટવર્કિંગ વ્યવસાય સાથે સંકળાયેલી ફેલીસે ઘણા દેશોની મુલાકાત લીધી છે, અને દરેક દેશની સંસ્કૃતિ ત્યાંનાં રીતરિવાજ તેમજ તહેવાર વિશે જાણકારી મેળવવા માટે ફેલીસ ઇન્ટરનેટ અને ત્યાંના લોકોનો સંપર્ક કરે છે.

ફેલીસને ગુજરાતમાં ઉજવાતા નવરાત્રી ઉત્સવની ઉજવણી વિશેની જાણકરી મેળવીને તે ખુબજ પ્રભાવિત થઇ છે. અને ત્યારથી જ ફેલીસે નવરાત્રીમાં પરંપરાગત વસ્ત્રો પહેરીને ગરબે ઝુમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

ફેલીસે એક વાતચીતમાં જણાવ્યુ હતુ કે પરંપરાગત રીતે ગરબા રમતા ખેલૈયાઓને જોઈને તેને ખુબજ આશ્ચર્ય થયુ હતુ, અને એક દિવસ ગરબા રમવાનો તેને દૃઢ સંકલ્પ કર્યો હતો.

ફેલીસ હાલમાં વ્યવસાયિક કામ અર્થે વડોદરામાં આવી છે. તેણીએ વડોદરાનાં નવાબજાર માંથી ખાસ નવરાત્રી માટે ચણીયા ચોલી અને ઓર્નામેન્ટસ ખરીદ્યા હતા. અને નવરાત્રી દરમિયાન અલગ અલગ ગરબા સ્થળોની મુલાકાત લઈને ગરબે રમીને ઉત્સવને મનભરીને માણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.વધુમાં નવરાત્રીમાં ગરબે રમવા માટે ફેલીસ તેની સાથે વ્યવસાયમાં જોડાયેલા સહકર્મીઓ સાથે ગરબાનાં સ્ટેપ પણ શીખી રહી છે.

Next Story