New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/YDZNJzGV.jpg)
વડોદરામાં એક દિવસમાં ખાબકેલાં 20 ઇંચથી વધારે વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયુ હતું. નદીના પાણી ફરી વળતાં શહેરમાં ભારે તબાહીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદે ખમૈયા કરતાં પુરના પાણી ઓસરી રહયાં છે પણ શહેરીજનોની મુસીબત ઓછી થવાનું નામ લઇ રહી નથી.
વડોદરા શહેરના હજી ઘણા વિસ્તારોમાં પીવાના પાણી પણ અશુધ્ધ આવી રહયું છે. વડોદરાના પુરગ્રસ્તોની મદદ માટે અનેક સેવાભાવી સંસ્થાઓ અને સંગઠનો આગળ આવી રહયાં છે. વડોદરાના વતની અને ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય એવા યુસુફ પઠાણે પણ પુરપીડીતો માટે સહાયનો ધોધ વહાવ્યો છે. ક્રિકેટર યુસુફ પઠાણે અને અન્ય સામાજીક અને સેવાભાવી સંસ્થાઓને સાથે રાખી શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂડ પેકેટ તથા પીવાના શુધ્ધ પાણીનું વિતરણ કર્યું હતું.