Connect Gujarat
ગુજરાત

વડોદરા : ગૃહકલેશનો આવ્યો કરૂણ અંજામ, પતિ અને પત્નીએ કરી લીધો આપઘાત

વડોદરા : ગૃહકલેશનો આવ્યો કરૂણ અંજામ, પતિ અને પત્નીએ કરી લીધો આપઘાત
X

વડોદરા

જિલ્લાના વાઘોડિયામાં ધરકંકાશથી કંટાળી પતિ-પત્નીએ જીવનલીલા સંકેલી લેતા તેમની

બાળકીએ માતા અને પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

મળતી માહિતી

અનુસાર, ત્રણ દિવસ

અગાઉ સંખેડા તાલુકાના માલુ ગામેથી પત્નીનો મૃતદેહ એક કૂવામાંથી મળી આવ્યો. જેની જાણ તેના

પતિ હિતેન્દ્રને થતા હિતેન્દ્રએ પણ નર્મદા કેનાલમાં ઝંપલાવી પોતાની જીવનલીલા

સંકેલી લેતા સમગ્ર ઘટના વાઘોડિયા પંથકમાં ચર્ચાનો વિષય બની છે. પત્ની લક્ષ્મીએ

બાળપણમાં જ માતા-પિતાની છત્ર છાયા ગુમાવી હતી. લક્ષ્મીના જીવનમાં એક 18 માસની દીકરી છે, હવે તે દીકરીએ પણ મા-બાપની છત્ર છાયા

ગુમાવી દીધી છે. માલુ ગામના હીતેંન્દ્ર બારીયાના લગ્ન મોટી માણેકપુર ગામમાં મામાને

ત્યાં રહેતી લક્ષ્મી બારીયા સાથે થયા હતા. અવાર નવાર પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો

અને તે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પત્નીએ મોતને વ્હાલુ કર્યું હતું. પત્નીનો

મૃતદેહ ઘરની બાજુના કૂવામાંથી આવ્યાં બાદ પતિએે પણ કેનાલમાં ઝંપલાવી પોતાનો જીવ

આપી દીધો. માતા અને પિતાએ વારાફરતી મોતને વ્હાલુ કરી દેતાં તેમની બાળકી નિરાધાર

બની છે.

Next Story