Connect Gujarat
ગુજરાત

વડોદરા ની સિગ્નેટ બિલ્ડીંગ માં આગ ની ઘટના માં 90 થી વધુ લોકો ને રેસ્ક્યુ કરીને બચાવાયા

વડોદરા ની સિગ્નેટ બિલ્ડીંગ માં આગ ની ઘટના માં 90 થી વધુ લોકો ને રેસ્ક્યુ કરીને બચાવાયા
X

એક યુવતીએ જીવ બચાવવા માટે ત્રીજામાળે થી લગાવી છલાંગ

વડોદરા શહેર ના જુના પાદરા રોડ પર અક્ષર ચોક પાસે આવેલ સિગ્નેટ બિલ્ડીંગ માં બપોર ના સમયે આગ લાગી હતી,અને ઇમારત માં ધુમાડાનું સામ્રાજ્ય સર્જાય જતા વિવિધ ઓફિસો માં કામ કરતા કર્મચારીઓ માં નાશભાગ મચી ગઈ હતી.

11 માળ ની આ બિલ્ડીંગ માં ભીષણ આગ ની ઘટના અંગે ફાયર બ્રિગેડ ને જાણ કરવામાં આવતા 10 થી પણ વધુ ફાયર ટેન્ડરો સાથે લાશ્કરો દોડી આવ્યા હતા,અને પ્રથમ સ્નોરકોલ ની મદદ થી ઇમારત ના કાચ તોડી ને 90 થી પણ વધુ લોકો ને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા,જોકે એક યુવતીએ પોતાનો જીવ બચાવવા માટે ત્રીજા મળે થી છલાંગ લગાવી હતી અને તેણી ને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે લઇ જવામાં આવી હતી.

841b9265-740d-4a30-ab3e-97c7de721523

ઘટના ની પરિસ્થિતિ પારખીને મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને ઘટના નું નિરીક્ષણ કર્યું હતુ.સિગ્નેટ બિલ્ડીંગ માં આગ લાગવાનું ચોક્કસ કારણ તો જાણી શકાયુ નથી પરંતુ AC ડક માં આગ લાગતા સમગ્ર બિલ્ડીંગ માં ધુમાડો પ્રસરી ગયો હોવાનું અનુમાન લગાવાય રહ્યું છે.

Next Story
Share it